લાખણીના જસરાના અશ્વમેળામાં પંજાબથી આવેલો અશ્વ અલબક્ષ છવાયો

Wednesday 13th March 2024 07:29 EDT
 
 

અમદાવાદઃ લાખણી તાલુકાના જસરા ગામે 4થી 8 માર્ચ સુધી રાજ્યકક્ષાનો તેરમો મેગા અશ્વમેળો યોજાયો, જે નિહાળવા વિધાનસભા અધ્યક્ષ સહિત હજારો લોકો ઊમટ્યા હતા. 5 દિવસીય અશ્વમેળામાં યોજાયેલી પ્રતિયોગિતામાં સર્વશ્રેષ્ઠ અશ્વ પંજાબથી આવેલો અલબક્ષ બન્યો હતો.
જસરા ગામે યોજાયેલા મેગા અશ્વમેળાના છેલ્લા દિવસે મહાશિવરાત્રીએ અશ્વોની નસલ, હરીફાઈ, સુંદરતા તેમજ બ્રીડ શોની દિલધડક હરીફાઈ યોજાઈ હતી, જ્યારે બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા જનમેદની માટે મહાદેવની પ્રસાદી તરીકે શિરાનો પ્રસાદ વિતરિત કરાયો હતો. પાંચ દિવસથી ચાલતા મેળાની વિવિધ હરિફાઈના વિજતાઓને શિલ્ડ, સન્માનપત્ર તેમજ પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા સહિત રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
જસરા ખાતે મેળામાં રૂ. 15 કરોડથી પણ વધુ કિંમતમાં અંકાયેલા અલબક્ષ અશ્વે ભાગ લીધો હતો. જે દરેક સ્પર્ધામાં અજેય રહ્યો હતો. અલબક્ષ જસરા આવ્યો ત્યારે પ્રથમ દિવસે જ ઘાયલ થયો હતો અને સર્જરીની જરૂર પડી હતી.


comments powered by Disqus