ભરૂચઃ નર્મદા અને ભરૂચ જિલ્લામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા આવે તે પહેલાં સોનિયા ગાંધીના નિકટના ગણાતા અહેમદ પટેલનાં પુત્રી મુમતાઝ પટેલે જિલ્લાના ગામડાં ખૂંદી નાખ્યાં હતાં, પરંતુ લોકસભાની ટિકિટ ન મળતાં મુમતાઝ અને ફૈઝલ આ યાત્રાથી દૂર જોવા મળ્યાં છે.
ભરૂચ લોકસભા બેઠક પર મુમતાઝ અને ફૈઝલ પટેલે દાવેદારી કરી હતી, પરંતુ કોંગ્રેસના હાઇકમાન્ડે ગઠબંધન હેઠળ આ બેઠક આપને ફાળવી દીધી હતી. ભરૂચ લોકસભા બેઠક પર ટિકિટના મામલે ભરૂચ જિલ્લાની કોંગ્રેસ બે ભાગમાં વિભાજિત જોવા મળી હતી. ટિકિટ ન મળવાથી ફૈઝલ અને મુમતાઝ બંને નારાજ હોવાની ચર્ચાએ હવે જોર પકડ્યું છે.

