વડતાલમાં રૂ, 5.86 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા શિલાન્યાસ

Wednesday 13th March 2024 08:06 EDT
 
 

અમદાવાદઃ સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવિખ્યાત યાત્રાધામ વડતાલ ખાતે રૂ. 5.86 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ ધારાસભ્ય પંકજ દેસાઈના હસ્તે સંપન્ન થયો. આ પ્રસંગે વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસ સ્વામી, શુકદેવ સ્વામી - નાર, ગોવિંદ સ્વામી - મેતપુરવાળા, શ્યામ સ્વામી તથા અન્ય સંતોની ઉપસ્થિતિમાં મંગલાચરણ સાથે આ કાર્ય સંપન્ન થયું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું કે, આ સંતો અને દેવના અમારા પર આશીર્વાદ છે. આ વડતાલનો વિકાસ તમારા સહુની કલ્પના બહારનો થશે. ડો. સંતસ્વામીએ રામમંદિર નિર્માણને યાદ કરીને સરકારના કાર્યને મંચ પરથી બિરદાવ્યું હતું અને વડતાલ સંસ્થા દ્વારા ચાલતાં સેવાકાર્યોની વિગત આપી હતી. વિકાસકાર્યોની વિગતો જોઈએ તો હરિકૃષ્ણ મહારાજ પ્રાથમિક કુમારશાળાનું ભૂમિપૂજન થયું હતું. સંપૂર્ણ લોકફાળાથી વડતાલ ટેમ્પલ કમિટી બોર્ડ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા અંદાજિત રકમ રૂ. 5 કરોડના અનુદાનથી આ શાળાનું નિર્માણકાર્ય થશે.


comments powered by Disqus