સુરતના યુવકનો મૃતદેહ લેવા પરિવાર રશિયા રવાના

Wednesday 13th March 2024 08:03 EDT
 
 

સુરતઃ રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યુક્રેન બોર્ડર પર 20 ફેબ્રુઆરીએ સુરતના યુવકનું મૃત્યુ થયું હતું. આ યુવક રશિયન આર્મીમાં હેલ્પર તરીકે જોડાયો હતો. યુવકના મૃત્યુ બાદ તેનો મૃતદેહ લાવવા પરિવાર તમામ પ્રયત્ન કરી રહ્યો છે, અંતે હવે યુવકના પિતા અને પરિવારના સભ્યો સોમવારે રાત્રે મુંબઈથી રશિયા રવાના થયા છે.
ઓલપાડના ઉમરા ગામે આવેલી શિવ બંગલોઝ સોસાયટીમાં રહેતો 23 વર્ષીય હેમિલ અશ્વિનભાઈ માંગુકિયા યુક્રેનના રેડઝોનમાં યુક્રેનિયન આર્મીના મિસાઇલ હુમલામાં મૃત્યુ પામ્યા હતા. જે બાદ સ્થાનિક તંત્રએ હેમિલના મૃતદેહ અંગે સ્પષ્ટતા ન કરતાં આખરે હેમિલના પિતા અશ્વિનભાઈ, કાકા સુરેશભાઈ અને અન્ય સભ્ય લલિતભાઈ 11 માર્ચે રાત્રે રશિયા રવાના થયા.
પરિવારે હેમિલના મૃતદેહને વતન પરત લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર, ગૃહમંત્રી હર્ષ સંઘવી, સી.આર. પાટીલ, સુરત કલેક્ટર સૌરભ પારધીને આ અંગે 6 માર્ચે લેખિતમાં જાણ કરી મૃતદેહ પરત લાવવા મદદ પણ માગી હતી.


comments powered by Disqus