સુરતમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સને બમ્પર પ્રતિસાદ

Wednesday 13th March 2024 07:56 EDT
 
 

સુરતઃ હીરાનગરી સુરતના ઇન્ટરનેશનલ પેસેન્જર્સમાં સતત વધારો થઈ રહ્યો છે. 23 ફેબ્રુઆરીથી શરૂ થયેલી ઈન્ડિગો સુરત દુબઈ-સુરત ફ્લાઇટને માત્ર ત્રણ દિવસમાં 960 પેસેન્જર સાથે બમ્પર પ્રતિસાદ મળ્યો છે. સુરતથી આ ફ્લાઇટ પેક જઈ રહી છે અને રિટર્ન ફલાઈટને પણ 75-80% પેસેન્જર મળી રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં 12,356 પેસેન્જર મેળવી તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જ્યારે ઈન્ડિગોની વધુ એક ફ્લાઇટ સુરતથી પૂણેની શરૂ થઈ રહી છે.
3 દિવસની ઇન્ડિગો ફલાઇટને 960 પેસેન્જર મળ્યા
એર ઇન્ડિયા એક્સપ્રેસ સુરત-શારજાહ અને સુરત-દુબઈ ફ્લાઇટે ફેબ્રુઆરી મહિનામાં 11,396 પેસેન્જર મેળવી તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 11 મહિનામાં એર ઇન્ડિયાની સુરત-શારજાહ અને સુરત-દુબઈ ફ્લાઇટને 67,162 અને ત્રણ દિવસની ઇન્ડિગો ફલાઇટને 960 પેસેન્જર મળ્યા છે.
ઈન્ટરનેશનલ પેસેન્જરોની સંખ્યા વધી
વર્ષ 2023-24ના 11 મહિનામાં સુરત એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જર્સની સંખ્યા 68,122 પર પહોંચી છે. જેમાં સુરત-શારજાહની એક અને સુરત-દુબઈની બે ફલાઇટનો સમાવેશ થાય છે.
નાણાકીય વર્ષ 2023-24માં એપ્રિલ 2023થી ફેબ્રુઆરી 2024 સુધી ઇન્ટરનેશનલ પેસેન્જરની સંખ્યા 3,628થી વધી 12,356 પર પહોંચી છે. જે દર્શાવે છે કે સુરતથી સિંગાપોર અને બેંગકોકના સપ્તાહમાં ત્રણ- ચાર દિવસની ફ્લાઇટ શરૂ
થાય તો એ ફલાઇટને પણ બમ્પર પ્રતિસાદ મળી શકે છે.


comments powered by Disqus