મહાશિવરાત્રીના પવિત્ર દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી. હર-હર મહાદેવના નાદ સાથે શિવભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા હતા. આ નિમિત્તે સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર સાથે મહામૃત્યુંજય યજ્ઞ સહિતની પૂજાવિધિઓ પણ કરવામાં આવી હતી.

