અમદાવાદઃ રેલવેતંત્રએ સુરતથી મુંબઈ વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડાવવા માટે તૈયારીઓ શરૂ કરી છે. સોમવારે નિષ્ણાતોની ટીમ તેમજ ઉચ્ચ અધિકારીઓની હાજરી વચ્ચે નમો ભારત રેપિડ રેલ એટલે કે વંદે મેટ્રો ટ્રેનની આ ટ્રાયલ અમદાવાદ-મુંબઇ વચ્ચે કરાઈ. જેમાં ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ પર દોડાવાઈ, જેમાં સફળતા મળી છે. આખી ટ્રાયલ રિસર્ચ ડિઝાઈન અને સ્ટાન્ડર્ડ્સ ઓર્ગે.ના એક્સપર્ટ્સની દેખરેખ હેઠળ યોજાઈ હતી. ટ્રાયલમાં કોચના વાઇબ્રેશન અને જર્કની બાબતો તપાસી હતી.

