વૌઠાના મેળાનો પ્રારંભ

Wednesday 13th November 2024 05:13 EST
 
 

અમદાવાદ જિલ્લાના ધોળકાના વૌઠા મુકામે કારતક સુદ અગિયારસ મંગળવારથી પૂનમ સુધી ગુજરાતનો સૌથી મોટો વૌઠાના મેળાનો પ્રારંભ થયો. અહીં સાબરમતી, હાથમતી, મેશ્વો, ખારી, વાત્રક, સેઢી અને માઝુમ 7 નદીનું સંગમસ્થાન હોવાથી સ્થળનું મહત્ત્વ વધે છે. આ મેળામાં મોટા પ્રમાણમાં પશુની લે-વેચ થતી હોય છે. ખાસ કરીને આ મેળામાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિત દેશભરથી ગધેડાના ખરીદ-વેચાણ માટે મોટી સંખ્યામાં વેપારી એકત્ર થાય છે. આ સાથે મેળામાં ગ્રામીણ સંસ્કૃતિનું પ્રદર્શન થાય છે. 


comments powered by Disqus