અમદાવાદઃ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે 6 મહિનામાં વિદેશના મુસાફરોની અવર-જવર 10 લાખને પાર થઈ ગઈ છે. વર્ષ 2023ના પ્રથમ 6 માસની સરખામણીએ વિદેશના મુસાફરોની અવરજવરમાં 20 ટકાનો વધારો નોંધાયો છે. અલબત્ત ગતવર્ષની સરખામણીએ ડોમેસ્ટિક મુસાફરોની અવરજવરમાં સાધારણ જ વધારો થયો છે.

