આઝાદીના સંગ્રામમાં ગુજરાતની ભૂમિકા મહત્ત્વનીઃ જે.પી. નડ્ડા

Wednesday 14th August 2024 06:23 EDT
 
 

સુરેન્દ્રનગરઃ રાજકોટ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા, જળશક્તિ મંત્રાલય મંત્રી સી.આર. પાટીલ તેમજ ધારાસભ્યો, સાંસદોએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આરોગ્ય મંત્રી નડ્ડાએ કહ્યું હતું કે, ગુજરાતની ભૂમિકા આઝાદીના સંગ્રામમાં મહત્ત્વની રહી છે. ગાંધી અને સરદારની અહીંની માટીમાંથી પ્રેરણા મળે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જનમેદનીનો ઉત્સાહ વધારી કહ્યું હતું કે, તિરંગો આપણને એકસૂત્રતામાં બાંધે છે. આવા કાર્યક્રમોથી નાગરિકોમાં નેશન ફર્સ્ટની ભાવનાને પ્રબળ બની છે. જનસભા બાદ સૌ અગ્રણીઓએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. રેસકોર્સમાં અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિનાં ગીતો સહિતની સુરાવલીઓએ લોકોમાં રાષ્ટ્રભક્તિ પ્રજ્વલિત કરી હતી.
એઇમ્સમાં નવી લેબનું ઉદઘાટન
કેન્દ્રીય આરોગ્યમંત્રી જગતપ્રકાશ નડ્ડાએ એઇમ્સમાં વાઇરલ રિસર્ચ એન્ડ ડાઇગ્નોસ્ટિક લેબોરેટરી (વીઆરડીએલ)નું ઉદ્ઘાટન કર્યું હતું. આ લેબમાં 28 પ્રકારના ટેસ્ટ કરવામાં આવશે. જે દેશની પુના પછીની બીજી અતિ આધુનિક લેબ બની છે, જેનો ફાયદો અહીંના લોકોને થશે. આરોગ્ય મંત્રીએ એઇમ્સમાં તાત્કાલિક સારવાર અને ટ્રોમા વિભાગ આઉટડોર- ઈનડોર પેશન્ટ વિભાગ, ઇમર્જન્સી વિભાગ, એચ.ડી.વી., રેડિયોલોજી, ઓપરેશન થિયેટર, લેબોરેટરી સહિતના વિવિધ વિભાગની મુલાકાત કરી હતી.


comments powered by Disqus