ઉમરેઠ સહિતનો પાંચ કિ.મી. વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર

Wednesday 14th August 2024 07:15 EDT
 
 

અમદાવાદઃ ઉમરેઠ શહેરના ઓડબજાર, લાલ દરવાજા સહિત જુદાજુદા વિસ્તારમાં બે દિવસ દરમિયાન 220 થી વધુ ઝાડા-ઊલટીના કેસ મળી આવ્યા છે, જ્યારે ઉમરેઠ શહેરના બે દર્દીઓના રિપોર્ટમાં કોલેરા પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં આવી ગયું હતું. જિલ્લા કલેક્ટરે ઉમરેઠ શહેર સહિત આસપાસ 5 કિ.મી.ના વિસ્તારમાં આવેલાં 11 ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કર્યાં છે. વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર થતાં આરોગ્ય વિભાગની ટીમ કામે લાગી ગઈ છે. જે પૈકી ઠેરઠેર ભરાયેલાં પાણીના નિકાલની સાથે દવા છંટકાવનું કામ શરૂ કરાયું છે.


comments powered by Disqus