ગુજરાતમાં દરવર્ષે નવી ખૂલતી 4થી 10 ખાનગી યુનિવર્સિટી

Wednesday 14th August 2024 06:24 EDT
 
 

અમદાવાદઃ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન દેશમાં સૌથી વધુ 31 ખાનગી યુનિવર્સિટી માત્ર ગુજરાતમાં ખૂલી છે. કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપેલા જવાબ મુજબ 2019-20થી 2023-24 દરમિયાન ગુજરાતમાં દરવર્ષે 4થી 10 નવી ખાનગી યુનિવર્સિટી ખૂલી છે. દેશમાં કુલ નવી 149 ખાનગી યુનિવર્સિટી પૈકી 21 ટકા માત્ર ગુજરાતમાં ખૂલી છે.
રાજ્યના 12 જિલ્લામાં 1થી 8 નવી ખાનગી યુનિવર્સિટીનાં દ્વાર ખૂલ્યાં છે. સૌથી વધુ અમદાવાદમાં 8 અને ગાંધીનગરમાં 5 નવી ખાનગી યુનિવર્સિટી ખૂલી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે નેશનલ ઇન્સ્ટિટ્યૂશનલ રેન્કિંગ ફ્રેમવર્ક 2024ની જાહેરાત કરી છે, જેનામાં ઓવરઓલ રેન્કિંગમાં આઇઆઇટી મદ્રાસ પ્રથમ છે. ટોપ-100 શિક્ષણ સંસ્થામાં આઇઆઇટી-ગાંધીનગર (રેન્ક 29) અને ગુજરાત યુનિવર્સિટી (રેન્ક 94) જ સ્થાન મેળી શક્યું છે.


comments powered by Disqus