નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે મોટા ઉપાડે વક્ફ એક્ટમાં સુધારો કરવા માટેનો કાયદો બનાવવાની જાહેરાત કરેલી, પરંતુ લોકસભામાં આ અંગેનો ખરડો રજૂ કરાયાની મિનિટોમાં જ મોદી સરકારે વિપક્ષો સામે ઘૂંટણ ટેકવી દીધા. મોદી સરકાર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના એક ફોન કોલના કારણે ઝૂકી ગઈ હોવાનું કહેવાય છે.
વક્ફ એક્ટમાં ખરડો સંયુક્ત સંસદીય સમિતિને મોકલવાની વિપક્ષોની માગણી મોદી સરકારે સ્વીકારવી પડી અને તાત્કાલિક ખરડો સંયુક્ત સંસદીય સમિતીને સોંપી દેવાયો. મોદી સરકારના 10 વર્ષના શાસનકાળમાં કોઈ ખરડો સંયુક્ત સંસદીય સમિતિને તપાસ માટે સોંપાયો હોય તેવો આ પ્રથમ બનાવ છે. મોદી સરકાર સુધારો કરીને પોતાની હિન્દુવાદી ઇમેજને ફરી મજબૂત કરવા માગતી હતી પણ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુના એક ફોન કોલે ભાજપની બાજી ઊંધી વાળી દીધી હોવાનું કહેવાય છે.

