જિજ્ઞેશ મેવાણીની હાજરીમાં કોંગ્રેસી નેતાએ ખુરશી ખેંચી આઈબીના મહિલાકર્મીને પછાડ્યાં

Wednesday 14th August 2024 06:24 EDT
 
 

ભુજઃ કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની ભુજ ખાતેની પ્રેસ કોન્ફરન્સમાં ફરજ પર હાજર આઇબીનાં મહિલાના કર્મચારી રીનાબહેન ચૌહાણની ખુરશી કોંગ્રેસ કિસાન સેલના કો-ઓર્ડિનેટર હરેશ શિવજીભાઈ આહિરે ખેંચી લેતાં તેઓ પટકાયા હતા અને તેમને ઇજા થઈ હતી.  ફરિયાદ અનુસાર મહિલા કર્મચારી નીચે પટકાયા બાદ પણ કોંગ્રેસી નેતાએ અટ્ટાહાસ્ય કરીને કહ્યું હતું કે, ‘તમે ખુરશીને લાયક જ નથી, તમારા માટે ખુરશી ના હોય.’ બનાવ બાદાં મહિલા કર્મચારીને સારવાર માટે ખસેડાયાં હતાં. જે બાદ મહિલા દ્વારા હરેશ આહિર સામે ફરિયાદ નોંધાવાઈ છે.


comments powered by Disqus