ટીઆરપી કાંડ બાદ પણ ચીફ ફાયર ઓફિસર લાંચ લેતાં ઝડપાયા

Wednesday 14th August 2024 07:15 EDT
 
 

રાજકોટઃ મનપાના ભ્રષ્ટ અધિકારીઓ અગ્નિકાંડની ભ્રષ્ટાચાર આગમાં દાઝ્યા બાદ પણ કુટેવ છોડતા ન હોવાનું ઉતમ ઉદાહરણ જોવા મળ્યું છે. બેનામી સંપત્તિના ગુનામાં મનપાના પૂર્વ ચીફ ફાયર ઓફિસર અને પૂર્વ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર જેલહવાલે થયા બાદ 43 દિવસથી ભુજના ચીફ ફાયર ઓફિસર એ.બી મારુને રાજકોટ મનપાના ચીફ ફાયર ઓફિસરને ચાર્જ સોપાયો હતો, જેને ફાયર એનઓસી માટે રૂ. 1.80 લાખની લાંચ સ્વીકારતા જામનગર એસીબીએ ઝડપી લેવામાં આવ્યા છે, જેમની સામે પગલાં ભરવામાં આવ્યાં છે. 


comments powered by Disqus