ડાર્ક વેબથી વિદેશથી મગાવાયેલો રૂ. 1.7 કરોડનો ગાંજો જપ્ત

Wednesday 14th August 2024 06:24 EDT
 
 

અમદાવાદઃ શાહીબાગ ગિરધરનગર ખાતેની ફોરેન પોસ્ટ ઓફિસમાં વિદેશથી આવેલાં 37 પાર્સલમાંથી રૂ. 1.7 કરોડનો 5 કિલો 670 ગ્રામ હાઇબ્રિડ ગાંજો પકડાયો હતો. ડાર્ક વેબ પર ડમી એકાઉન્ટ ખોલીને આ ગાંજો મગાવવામાં તેમજ વેચવામાં આવી રહ્યો હતો. અમદાવાદ, સુરત, દીવ, દમણમાં વિકએન્ડમાં યોજાતી હાઇપ્રોફાઇલ પાર્ટીઓમાં નશો કરવા માટે આ હાઇબ્રિડ ગાંજો મગાવવામાં આવ્યો હોવાની આશંકા છે. સુરક્ષા એજન્સીઓને અંધારામાં રાખવા ચિપ્સ, એલઈડી, ટેડિબિયર, હિલવાળાં શૂઝમાં છુપાવીને આ ગાંજો અમદાવાદ મોકલાયો હતો.


comments powered by Disqus