સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો થતાં નર્મદા નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેને લઈ ડભોઈ તાલુકાના નર્મદા કિનારાના ચાંદોદ, કરનાળી, નંદેરિયા અને ભીમપુરા સહિતનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદાની જળસપાટીમાં પણ વધાર થતાં મલ્હારરાવ ઘાટનાં 53 પગથિયાં પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. તંત્ર દ્વારા નીચાણના નદીકિનારાના 25 ગામોમાં તકેદારીના પગલાં લીધાં છે.

