ભચાઉ: વાડી વિસ્તારના નવાગામ સ્વામિનારાયણ મંદિરમાં એક મહિના સુધી ચાલનારા હિંડોળા મહોત્સવનો આરંભ થયો હતો. હિંડોળા મહોત્સવ પર નરનારાયણ દેવ નૂતનમંદિરના સંત પુરાણી સ્વામી, લક્ષ્મીપ્રસાદ દાસજી, ભક્તિવિહારીસ્વામી, સ્વામી નરનારાયણ પ્રિયદાસજી વગેરેના હસ્તે ઠાકોરજીને પારણે ઝૂલાવી પ્રથમ આરતી ઉતારવામાં આવી હતી. આયોજનમાં મુંબઈના ભક્ત ઉમેદલાલ વેલજી નીશરના માર્ગદર્શન હેઠળ દામજી ખુથીયા, હરિલાલ ખુથીયા, રમેશ મહારાજ, નિરાગી વૈદ વગેરે સહયોગી બન્યા હતા.

