ગુજરાતની વિવિધ દુર્ઘટનાઓમાં ઘણા લોકોનાં અકાળે મોત થયાં છે. આ બનાવોમાં તંત્રની લાપરવાહી સહિતના મુદ્દે કોંગ્રેસ દ્વારા ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાત કોંગ્રેસના નેતાઓએ મોરબીની ન્યાયયાત્રાનો આરંભ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ દ્વારા મોરબી, રાજકોટ, સુરત સહિતના અન્ય મુદ્દે કોંગ્રેસ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરી રહી છે.

