બાંગ્લાદેશના કારણે વાપીના ઉદ્યોગોને રૂ. 10 કરોડનો ફટકો

Wednesday 14th August 2024 07:14 EDT
 
 

વાપીઃ બાંગ્લાદેશમાં શાસન બદલાતાં અરાજકતા ફેલાઈ છે, જેની સીધી અસર હવે ભારતના ઉદ્યોગો પર પડી છે, કારણ કે વાપીનાં ડાયઝ ટેક્સટાઇલ એકમોએ બાંગ્લાદેશમાં મટિરિયલ મોકલવાનું બંધ કર્યું છે. વાપીના ઉદ્યોગકારોના મતે આગામી 6 મહિના સુધી વેપારને અસર રહેશે. વાપીના ડાઇઝ અને ટેક્સટાઈલ ઉદ્યોગોને હાલ રૂ. 10 કરોડ જેટલો ફટકો પડ્યો છે. વાપી જીઆઇડીસીનાં 35થી 40 એકમ બાંગ્લાદેશ સાથે વેપાર કરે છે, જેમાં વાપીના ઉદ્યોગકારો બાંગ્લાદેશ મટિરિયલ મોકલાવે છે. બાંગ્લાદેશમાં અરાજકતા ફેલાતાં અનેક કંપની બંધ થઈ છે. આ સાથે બેન્કો અને કુરિયર કંપનીઓ પણ બંધ હોવાથી વાપી, અંકલેશ્વર અને અમદાવાદથી બાંગ્લાદેશ મોકલવામાં આવતું મટિરિયલ મોકલવાનું બંધ કરવામાં આવ્યું છે. વાપીના ઉદ્યોગોએ મોકલેલા મટિરિયલનું પેમેન્ટ પણ બેન્ક બંધ રહેતાં અટકી પડ્યું છે. જેના કારણે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝને મોટો ફટકો લાગ્યો છે. વાપીના ઉદ્યોગોને રૂ. 10 કરોડ જેટલા નુકસાનની સંભાવના છે.
વાપીના ઉદ્યોગકારોનાં નાણાં અટવાઈ જતાં સ્થાનિકસ્તરે પણ વેપારીઓ દ્વારા નાણાં ચૂકવી શકાયાં નથી.


comments powered by Disqus