મહિલા ડોક્ટરની દુષ્કર્મ બાદ હત્યા અંગે દોષિતને ફાંસીની માગ

Wednesday 14th August 2024 07:14 EDT
 
 

કોલકાતાઃ મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે હેવાનિયતનો મામલો સામે આવ્યો છે. શુક્રવારે ડોક્ટરની લાશ કોલેજના સેમિનાર હોલમાં મળી હતી. રિપોર્ટ મુજબ મહિલાના પ્રાઇવેટ પાર્ટ, આંખો અને મોઢામાંથી લોહી નીંગળતું હતું. એટલું જ નહીં પેટ, જમણા પગ, ગળા, જમણા હાથ, રિંગ ફિંગર અને હોઠ પર પણ ઇજાનાં નિશાન હતાં. આ ઉપરાંત ગરદનનું હાડકું પણ તૂટેલું હતું. શનિવારે પશ્ચિમ બંગાળની ઘણી હોસ્પિટલોમાં ડોક્ટર્સે હત્યામાં સામેલ લોકોને સજાની માગ સાથે ઉગ્ર દેખાવ કર્યા હતા. કોલકાતામાં ટ્રેઇની મહિલા ડોક્ટર સાથે રેપ અને હત્યાની ઘટનાના વિરોધમાં આખા દેશમાં સરકારી હોસ્પિટલોના રેસિડેન્ટ ડોક્ટરો અનિશ્ચિત મુદતની હડતાળ પર ઉતર્યા છે.


comments powered by Disqus