મહુવાઃ શ્રાવણ સુદ સાતમના રોજ સંત તુલસીદાસજી પ્રાગટ્યદિન ઊજવાયો, ત્યારે પૂ. મોરારિબાપુ દ્વારા મહુવાના કૈલાસ ગુરુકુળમાં તુલસી ઘાટ નિર્માણ કરાયો છે. મોરારિબાપુ કહે છે કે, જ્યાં મારી રામકથા, ત્યાં મારું અવધ, ત્યાં જ કૈલાસ અને ગંગા તથા યમુના. તેઓ જગતને સમત્વથી સમજવા ભાર આપતા રહ્યા છે, પરંતુ તેમના કેન્દ્રસ્થાને સ્વાભાવિક જ તુલસીદાસજીનું 'માનસ' રહ્યું છે. મહુવાના કૈલાસ ગુરુકુળમાં માતા સરસ્વતીના સ્થાન સાથે ‘તુલસી ઘાટ’ નિર્માણ કર્યો છે, જ્યાં અભ્યાસુ કે શ્રદ્ધાળુ બધાને 'તુલસી વિશ્વ' દર્શન લાભ પ્રાપ્ત થયો છે.
અહીં તુલસીદાસજી વિશે સમૃદ્ધ ગ્રંથો
તુલસીઘાટ એટલે તુલસી સંશોધન કેન્દ્ર દ્વારા ગોસ્વામી તુલસીદાસજીના સાહિત્યસર્જન વિગતોનો સમાવેશ કરાયો છે. અહીં શ્રી તુલસીદાસજી રચિત રામચરિત માનસ તો કેન્દ્રસ્થાને હોય જ, પરંતુ સાથે વિનય પત્રિકા, દોહાવલી, કવિતાવલી, જાનકી મંગલ, પાર્વતી મંગલ વગેરે સાહિત્ય ઉપલબ્ધ છે.

