કચ્છ જિલ્લામાં ધોધમાર વરસાદ પડતાં ધરતી લીલુડી બની છે અને લખપત તાલુકાનો જુણાચાય નજીક આવેલો કુંડીધોધ જીવંત બનતાં મનોહર દૃશ્યો સર્જાયાં છે. લખપતના દયાપરથી નરા તરફ જતા હાઇવે પર આવેલા જુણાચાય નજીકના સીમાડામાં આવેલી એક નદીમાં કુદરતી ઉદ્ભવેલો કુંડીધોધ વહેતાં પાણીથી જીવંત થયો છે, આ નજારો માણવા સ્થાનિકો મોટી સંખ્યામાં ઊમટ્યા હતા.

