વડનગર, પોરબંદર અને થોળને ટૂરિઝમ સ્પોટ તરીકે વિકસાવાશે

Wednesday 14th August 2024 06:24 EDT
 
 

મહેસાણાઃ કેન્દ્ર સરકાર દ્વારા સોમનાથ અને દ્વારકાની જેમ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરને સંસ્કૃતિ અને વારસાનું સ્થળ (કલ્ચર એન્ડ હેરિટેજ ડેસ્ટિનેશન) તરીકે, મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરને આધ્યાત્મિક સ્થળ (સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન) તરીકે અને અમદાવાદ નજીક આવેલા થોળ પક્ષી અભયારણ્યને ઇકો ટૂરિઝમ અને અમૃત ધરોહર ડેસ્ટિનેશન તરીકે વિકસાવાશે.
કેન્દ્રીય પર્યટન મંત્રાલય દ્વારા પ્રવાસીઓને આકર્ષવા માટે સ્વદેશ દર્શન 2.0 યોજના અંતર્ગત ‘ચેલેન્જ બેઝ ડેસ્ટિનેશન ડેવલપમેન્ટ’ નામની વધુ એક યોજના બનાવાઈ છે. આ યોજનામાં જુદીજુદી 4 શ્રેણીમાં 42 સ્થળ પસંદ કરાયાં છે, જેમાં દેશભરમાંથી સંસ્કૃતિ અને વારસાના સ્થળ તરીકે 11 નગર, ઇકો ટૂરિઝમ અને અમૃત ધરોહર સ્થળ તરીકે 10 ગામ તેમજ વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામમાં 5 ગામનો સમાવેશ કરાયો છે.


comments powered by Disqus