સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાને 3 વર્ષનું એક્સ્ટેન્શન

Wednesday 14th August 2024 06:24 EDT
 
 

અમદાવાદઃ વર્તમાન ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાને ગુજરાત સરકારે પુનઃ એકવાર ત્રણ વર્ષ માટે અધ્યક્ષ તરીકે નિમણૂક આપી છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના એક્ઝિક્યુટિવ બોર્ડના સભ્ય અને નિવૃત્ત IAS ભાગ્યેશ જ્હા ભગવદગીતામાં અમેરિકાની ઇન્ટરનેશનલ હિન્દુ યુનિવર્સિટીમાંથી PH.D.ની ડિગ્રી ધરાવે છે. તેઓ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના અભ્યાસુ, કટાર લેખક અને વક્તા છે. તેઓ વિશિષ્ટ શૈલીની ગદ્ય-પદ્ય અને હાસ્ય રચના માટે જાણીતા છે. 


comments powered by Disqus