15 ઓગસ્ટ પહેલાં રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સુરતમાં 2 કિલોમીટર લાંબી તિરંગાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓએ આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રા વાય જંક્શનથી શરૂ થઈને લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પૂર્ણ થઈ હતી, જેમાં વિવિધ સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વેપારી એસોસિયેશનો જોડાયાં હતાં.

