સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા યોજવામાં આવી. આ સાથે વિવિધ કોર્પોરેશન અને નિગમ દ્વારા પણ વિવિધ ઐતિહાસિક-જાણીતી ઇમારતો, બ્રિજ, ડેમને તિરંગાના રંગે સજાવવામાં આવ્યાં છે. જે અંતર્ગત પાણીથી છલોછલ સરદાર સરોવર ડેમને પણ સજાવવામાં આવતાં નયનરમ્ય દૃશ્ય સર્જાયું હતું. અમદાવાદના આઈકોનિક અટલ બ્રિજ ઉપરાંત વિવિધ દરવાજાને અને સરકારી ઇમારતોને પણ સજાવવામાં આવી છે.

