નવી દિલ્હીઃ યુપીઆઇ સેવા હવે શ્રીલંકા-મોરેશિયસમાં પણ શરૂ થઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક સંબંધોને આધુનિક ડિજિટલ પ્રાદ્યોગિકી સાથે જોડનારા કહ્યા છે. આ ઓનલાઇન કાર્યક્રમમાં પીએમ મોદી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંહે અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિંદ જુગનાથે પણ ભાગ લીધો. જેમાં આવનારા ડિજિટલ યુગની ચર્ચા થઈ.
પ્રધાનમંત્રી મોદીએ આ ઐતિહાસિક સંબંધોને આધુનિક પ્રાદ્યોગિકી સાથે જોડનારા કહ્યા છે. યુપીઆઇની વૈશ્વિક મહત્ત્વાકાંક્ષાઓને વધુ પ્રોત્સાહન આપતા, ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ હવે યુનાઇટેડ આરબ અમિરાત (UAE) ઇન્સ્ટન્ટ પેમેન્ટ પ્લેટફોર્મ AANI સાથે જોડવામાં આવશે. આ જોડાણ દેશો-દેશો વચ્ચે સિમલેસ ક્રોસ બોર્ડર લેવડદેવડને સરળ બનાવશે.

