અંબાજી ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ: લોકનૃત્યોએ રંગ જમાવ્યો

Tuesday 13th February 2024 06:03 EST
 
અંબાજીઃ 12 ફેબ્રુઆરીથી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ‘શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-2024’નો સાંસદ પરબત પટેલ દ્વારા માતાજીને દીપ પ્રગટાવી પ્રારંભ કરવામાં આવ્યો. આદ્યશક્તિ મા અંબાનાં દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એકસાથે 51 શક્તિપીઠનાં દર્શનનો લાભ મળશે. આદિવાસી લોકોએ પરંપરાગત વેશભૂષા સાથે ઢોલ-નગારાં વગાડી નૃત્ય કર્યાં. પ્રથમ દિવસે શરૂ થયેલા આ મિની કુંભની પાલકી યાત્રા અને શંખનાદ યાત્રા સાથે શરૂઆત થઈ હતી. આ નિમિત્તે અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપૂર ઊમટી રહ્યું છે.પાલખી યાત્રા અને શંખનાદ યાત્રામહોત્સવના દરેક દિવસે એટલે કે 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી દરમિયાન વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમ કે મહોત્સવના પ્રથમ દિવસે પાલખી યાત્રા અને શંખનાદ યાત્રાથી મહોત્સવની શરૂઆત થઈ. ત્યારે 13 ફેબ્રુઆરીએ બીજા દિવસે પાદુકા યાત્રા અને ચામર યાત્રા, ત્રીજા દિવસે ધજા યાત્રા, ચોથા દિવસે મશાલ યાત્રા, ત્રિશૂળ યાત્રા અને જ્યોત યાત્રા તથા છેલ્લા દિવસે 16 ફેબ્રુઆરીએ મંત્રોત્સવ અને પુષ્પવૃષ્ટિ તથા સંસ્કૃતમાં અંતાક્ષરી જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઓનલાઈન પ્રસાદ સેવાનો પ્રારંભમા અંબાનો પ્રસાદ ઘેરબેઠાં ઓનલાઇન મળી રહે એ માટે ફુલ ફિલમેન્ટ સેન્ટર સેવાની શરૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાઈ. રાજ્યભરમાં અને દેશ-વિદેશમાં માઇભક્તોને પ્રસાદ ઘેરબેઠાં પ્રસાદ મળી રહે તે માટે આ ઓનલાઇન સેવા શરૂ કરાઈ છે. આ સેવાથી પ્રસાદનો ઓનલાઇન ઓર્ડર આપ્યા પછી માત્ર 7થી 10 દિવસમાં પ્રસાદ ભક્તના ઘરે મળી જશે.
 

comments powered by Disqus