કરમસદને આણંદ મનપામાં સમાવવા સામે ભારે વિરોધ

Thursday 15th February 2024 01:54 EST
 

કરમસદઃ સરદાર પટેલની કર્મભૂમિ કરમસદનો આણંદમાં સમાવેશ કરી કાયમી ધોરણે સરદારના વતનનું નામ નકશામાંથી કાઢીના નાખવાના સરકારના પ્રયાસ સામે કરમસદમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આણંદ અને આસપાસના 12 જેટલાં ગામોનો મહાનગરપાલિકામાં સમાવેશ કરવા બાબતે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ, ગુજરાત દ્વારા સરદાર પટેલની માતૃભૂમિ કરમસદનું અપમાન કરવા બાબતે ચીમકી ઉચ્ચારીને કલેક્ટર કચેરીએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ સૂત્રોચાર સાથે આવેદનપત્ર આપ્યું હતું.
સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ ગુજરાતના નેજા હેઠળ કરમસદના અગ્રણીઓના જણાવ્યા મુજબ સરકાર સરદારનું નામ ચૂંટણી સમયે વટાવે છે, પરંતુ તે સરદાર વિરોધી છે. જો કરમસદનો મનપામાં સમાવેશ થશે તો કરમસદનું અસ્તિત્વ ભુંસાઈ જશે


comments powered by Disqus