કર્ણાટક હાઈકોર્ટના ચીફ જસ્ટિસપદે નિલય અંજારિયાઃ 24 ફેબ્રુઆરીએ પદ સંભાળશે

Wednesday 14th February 2024 06:02 EST
 
 

ભુજઃ મૂળ માંડવી-કચ્છના અને ગુજરાત હાઇકોર્ટમાં વરિષ્ઠ જજ નિલયભાઈ વી. અંજારિયા કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયધીશ બન્યા છે. ગુજરાત હાઇકોર્ટમાં 2011થી ફરજ બજાવતા એન.વી. અંજારિયાની કર્ણાટક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવા સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ભલામણ કરી હતી. હવે કેન્દ્ર સરકાર દ્વારા આ ભલામણને સ્વીકારી સત્તાવાર નિયુક્ત કરવાની ઔપચારિકતા પૂરી થશે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી નિલય અંજારિયાના વતન માંડવી અને કચ્છના ન્યાયતંત્રમાં ખુશીની લાગણી ફેલાઈ હતી. કેન્દ્રની મંજૂરી બાદ નિલય અંજારિયા કર્ણાટક હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પી.એસ.દિનેશકુમારની નિવૃત્તિ બાદ તેમની જગ્યા લેશે. 


comments powered by Disqus