મહેસાણાઃ વિસનગરના તરભ ગામે 900 વર્ષ પૂર્વે વિરમગિરિજી મહારાજે સ્થાપેલી રબારી સમાજની ગુરુગાદી શ્રી વાળીનાથજી મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે. આ શિવધામનું 2011માં બળદેવગિરિજી મહારાજના હસ્તે ભૂમપિૂજન કરાયું હતું. 16થી 22 ફેબ્રુઆરી દરમિયાન વાળીનાથ મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ચારેય પીઠના શંકરાચાર્ય ઉપસ્થિત રહેશે.
સોમનાથ બાદ વાળીનાથ મંદિર બીજું સૌથી મોટું મંદિર બનશે. સોમનાથ મહાદેવનું માન જાળવવા આ મંદિરની હાઇટ થોડી ઓછી રખાઈ છે.
