મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ચવ્હાણ 13 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાયા. તેમની સાથે કોંગ્રેસના પૂર્વ એમએલસી અમર રાજુલકરે પણ ભાજપનું સભ્યપદ લીધું હતું. ડેપ્યુટી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખરે બંનેને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ ચવ્હાણને રાજ્યસભામાં મોકલી શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે ટૂંક સમયમાં તેઓ નોમિનેશન ફાઇલ કરી શકે છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ભાજપ ચવ્હાણને રાજ્યસભામાં મોકલે તો શહીદ સૈનિકોનું અપમાન હશે.
