દ્વારકાઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 25 ફેબ્રુઆરીએ દ્વારકાના રૂ.1000 કરોડના ખર્ચે બનેલા સિગ્નેચર બ્રિજનું ઉદઘાટન કરનારા છે, ત્યારે આ બ્રિજ પરના વોક-વે પર કૃષ્ણની લીલાનાં ભીંતચિત્રો અને બ્રિજ પર સાઉન્ડ સિસ્ટમ પણ રાખવામાં આવી છે, જેમાં કૃષ્ણ ભક્તિનાં ગીતો પ્રસારિત થતાં રહેશે.
સિગ્નેચર બ્રિજ બનાવનારી એસ.પી. સિંગલા કંપનીના એન્જિનિયરે જણાવ્યું કે, આ બ્રિજની કુલ લંબાઈ 2.32 કિ.મી., 4 લેન અને બંને સાઇડ લોકોને આવન-જાવન માટે 2 પેડસ્ટ્રીયન વોક બ્રિજ રાખવામાં આવ્યા છે. બ્રિજમાં કેબલ સ્ટ્રેઇડ બ્રિજ 900 મીટર તેમજ બંને તરફ એપ્રોચ બ્રિજ 700 અને 650 મીટર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 900 મીટર કેબલ સ્ટ્રેઇડમાં 500 મીટર મેઇન સ્પાન છે, જે ભારતનો સૌથી લાંબો સ્પાન ધરાવતો આ પ્રકારનો બ્રિજ છે. બ્રિજમાં આકર્ષક આધાર ધરાવતા 130 મીટર પાઇલોન કર્વડ શેપ ઇનકલાન હોવાથી તેનું નામ સિગ્નેચર બ્રિજ છે, જે ઈન્ડિયામાં ફર્સ્ટ ટાઈમ બનાવાયો છે.
કંપનીએ આ પ્રકારનો પહેલો બ્રિજ બનાવ્યો છે અને પવન-વાવાઝોડા વચ્ચે 6 વર્ષમાં બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. પેડેસ્ટ્રિયન વોક-વે પર કૃષ્ણની લીલાનાં ભીંતચિત્રો, ગીતાના શ્લોકો, વિષ્ણુસહસ્ત્રનામ સહિતના ડિસ્પ્લે પદયાત્રીઓ માટે રખાયાં છે. આ સાથે જગ્યાએ જગ્યાએ સાઉન્ડ સિસ્ટમ પણ રાખવામાં આવી છે.
જમીન માર્ગ શરૂ થવાથી બેટ દ્વારકાને રાજ્યનાં અન્ય સ્થળોની જેમ લાઇટ, પાણી સહિતની સુવિધા મળતી થશે. આ બેટ દ્વારકા ભગવાન શ્રીકૃષ્ણના શયનસ્થાનસમા દ્વારકાધીશ મંદિર, હનુમાન દાંડી, ચાર્યાસી ધુણી, શીખ સમાજનું ધર્મસ્થળ ઉપરાંત આઇલેન્ડ
હોઈ ભૌગોલિક વિશિષ્ટતા ધરાવતા બેનમૂન બ્રિજના નિર્માણથી સમગ્ર બેટ દ્વારકામાં ખુશી વ્યાપી ગઈ છે.

