વડનગર, સિદ્ધપુર, SOUમાં બનશે એરપોર્ટ: પ્રવાસનને વેગ મળશે

Thursday 15th February 2024 01:53 EST
 

અમદાવાદઃ વર્ષ 2018ની 31 ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યા બાદ એરપોર્ટની પણ ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જો કે આ વાતને 6 વર્ષ પસાર થઈ ગયાં છે, ત્યારે વિધાનસભા ગૃહમાં આ અંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં નાગરિક ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું, કેવડિયાથી 12 કિ.મી. દૂર એરપોર્ટ બનાવાશે. આ ઉપરાંત સિદ્ધપુર અને વડનગર ખાતે પણ એરપોર્ટ બનાવવાની તૈયારીઓ કરવામાં આવી છે.
હાલમાં નર્મદા જિલ્લાના તિલકવાડા, સિદ્ધપુર અને વડનગરમાં પ્રિફિઝિબિલિટીની કામગીરી તંત્ર દ્વારા પ્રગતિ હેઠળ છે.


comments powered by Disqus