ધરમપુરઃ વિલ્સન હિલ ખાતે પિકનિક માણવા જતી સેલવાસ સામરવરણી સ્કૂલની બસમાં શનિવારે બપોરે આવધા ઘાટ પર અચાનક લાગેલી આગથી દોડધામ મચી હતી. સદનસીબે કુદરતી સૌંદર્ય નિહાળવા વિદ્યાર્થીઓ બસમાંથી નીચે ઉતરી ગયાં હોઈ મોટી દુર્ઘટના ટળી હતી.
સેલવાસના સામરવરણી અવર લેડી ઓફ હેલ્પ ઈંગ્લિશ સ્કૂલની બસમાં 30 વિદ્યાર્થી તથા સ્ટાફ પર્યટન સ્થળ વિલ્સન હિલ પર પિકનિક માટે ગયા હતા. આ વખતે આવધા ઘાટમાં માતાજીના મંદિરથી આગળ ઉપરના વળાંક પાસે કુદરતી સૌંદર્ય નિહાળવા બસ થોભી હતી. આશરે એકથી દોઢ વાગ્યાના સુમારે બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. આ અંગે ધરમપુર પાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ફાયર ટીમે તાત્કાલિક આવી પાણીનો મારો ચલાવ્યો હતો.

