ડો. સી.જે. ચાવડા સહિત કોંગ્રેસ ઉમેદવારો ભાજપમાં જોડાયા

Thursday 15th February 2024 01:54 EST
 

કોંગ્રેસના ધારાસભ્યપદેથી રાજીનામું આપનારા ડો. સી.જે. ચાવડાએ વિજાપુરમાં કોંગ્રેસી ઉમેદવાર નાથાભાઈ પટેલ સહિત 1,500 કોંગ્રેસ કાર્યકરો સાથે સી.આર. પાટીલના હસ્તે સોમવારે ભાજપનો ખેસ પહેરી લીધો હતો.

• લોકસભામાં કાછડિયાએ સૌથી વધુ 471 સવાલ કર્યાઃ 2019થી 2024 દરમિયાન ગુજરાતના 26 સાંસદોએ લોકસભામાં કુલ 4780 પ્રશ્નો પૂછયા છે. અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ સૌથી વધુ 471 પ્રશ્નો કર્યા હતા, જ્યારે વલસાડના સાંસદ કે.સી. પટેલે પાંચ વર્ષ દરમિયાન એકપણ પ્રશ્ન પૂછયો નહોતો.

• ભાજપ ફેબ્રુઆરીમાં જ લોકસભા ઉમેદવાર જાહેર કરી શકેઃ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, જેના પગલે ભાજપ હાઇકમાન્ડ ફેબ્રુઆરી માસના અંત સુધીમાં લોકસભાના ઉમેદવારોની ઘોષણા કરી શકે છે.

• અમદાવાદ એરપોર્ટ ઇમિગ્રેશન કાઉન્ટર પર લાઇનો લાગીઃ અમદાવાદ એરપોર્ટ પર પણ સર્વરની સમસ્યા સર્જાતાં ઇમિગ્રેશન કાઉન્ટર્સ પર પેસેન્જરોની લાંબી લાઇન જોવા મળી હતી. પેસેન્જરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

• પ્રધાનમંત્રીનો 10 લાખ લોકોને વર્ચ્યુઅલી સંબોધનનો રેકોર્ડઃ પ્રધાનમંત્રીએ શનિવારે આવાસ લોકાર્પણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમમાં ગુજરાતનાં તમામ 182 વિધાનસભા ક્ષેત્રમાં વર્ચ્યુઅલ માધ્યમથી એકસાથે 10 લાખ લોકોને વર્ચ્યુઅલી સંબોધન કરવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.

• રામલલ્લાનાં દર્શન માટે આસ્થા સ્પેશિયલ ટ્રેનઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી રેલવે સ્ટેશન ખાતેથી આસ્થા સ્પેશિયલ ટ્રેનને બુધવારે રાત્રે 10 વાગ્યે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. રામમંદિરનાં દર્શન માટે શ્રદ્ધાળુઓ સરળતાથી જઈ શકે એ હેતુથી આસ્થા સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે.


comments powered by Disqus