કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરે લાહૌરનો પ્રવાસ ખેડ્યો. જેમાં તેમણે ભારતની નીતિ પર સવાલ ઊભા કરતાં પાકિસ્તાનનાં વખાણ કર્યાં.
• સમીર વાનખેડે સામે મની લોન્ડરિંગનો કેસઃ ઇડીએ મુંબઈ એનસીબીના પૂર્વ પ્રાદેશિક ડાયરેક્ટર સમીર વાનખેડેની સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે.
• લોકો પાઇલટ સાથીની અંતિમ વિધિમાં જતાં 147 ટ્રેન રદઃ ટ્રેનનો લોકો ડ્રાઇવર અને મોટરમેન સાથી મુરલીધર શર્માની અંતિમ સંસ્કાર વિધિ માટે જતાં રહેતાં 147 રૂટ બંધ કરવા પડ્યા હતા.
• હલ્દાનીમાં પોલીસકર્મીઓને જીવતા સળગાવવા પ્રયાસઃ ઉત્તરાખંડના હલ્દાનીમાં દબાણ હટાવવા ગયેલી પોલીસ ટીમ પર ઉપદ્રવીઓ દ્વારા હુમલો કરી જીવતા સળગાવવા પ્રયાસ કર્યો હતો.
• હલદ્વાની હિંસાનો માસ્ટરમાઇન્ડ ઝડપાયોઃ હલદ્વા નીમાં તોફાનોના માસ્ટર માઇન્ડ અબ્દુલ મલિકને પોલીસે રવિવારે ઝડપી લીધો હતો. તેણે ગેરકાયદે મદરેસા પર કબજો જમાવ્યો હતો.
• મહારાષ્ટ્રમાં બાબા સિદ્દિકી અજિત પવાર સાથે જોડાયાઃ તાજેતરમાં કોંગ્રેસને છોડવાની જાહેરાત કરનારા વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકી અજિત પવારના પક્ષ એનસીપીમાં જોડાઈ ગયા છે.
• ભારતમાં મતદારોની સંખ્યા 6 ટકા વધીઃ ચૂંટણી પંચે શુક્રવારે જણાવ્યું હતું કે, 2019ની તુલનામાં આ વખતની લોકસભા ચૂંટણીમાં મતદારોની સંખ્યામાં છ ટકાનો વધારો થયો છે.
• ફેસબુક લાઇવમાં જ ઉદ્ધવ જૂથના નેતાની હત્યાઃ મુંબઈમાં શિવસેનાના નેતા અને ઉદ્ધવ જૂથના ભૂતપૂર્વ કાઉન્સિલર અભિષેક ઘોષાલકરની ફેસબુક લાઇવ દરમિયાન ગોળી મારી હત્યા કરાઈ.
• પવારની પાર્ટીનું નામ NCP- શરદચંદ્ર પવારઃ પક્ષ અને ચૂંટણી ચિન્હ વિનાના શરદ પવારને ચૂંટણીપંચે નવું નામ ‘નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી- શરદચંદ્ર પવાર’ આપ્યું છે.
