નવી દિલ્હીઃ કોંગ્રેસનાં પૂર્વ અધ્યક્ષા સોનિયા ગાંધી પ્રથમ વખત રાજ્યસભામાં જશે, તેઓ રાજસ્થાનની સીટ પરથી રાજ્યસભામાં તેમનું સ્થાન મેળવશે, જેના માટે તેઓ બુધવારે પોતાનું નામાંકન નોંધાવશે. ઉલ્લેખનીય છે કે દેશનાં 15 રાજ્યની 56 બેઠક પર રાજ્યસભાની સીટને લઈને ચૂંટણી થવાની છે.
