ભરૂચઃ ગુજરાત સીઆઇડી ક્રાઇમે એક ગુપ્તરાહે ઓપરેશન હાથ ધરીને ભરૂચના અંકલેશ્વરથી એરોનોટિકલ એન્જિનિયરને ઝડપી લીધો છે. જે ડીઆરડીઓ સંસ્થાથી અંત્યત સંવેદનશીલ માહિતી પાકિસ્તાનના આઇએસઆઇ એજન્ટોને પહોચાડતો હતો. સીઆઇડી ક્રાઇમની તપાસમાં ખૂલ્યું કે, એન્જિનિયર પ્રવીણકુમાર મિશ્રાને યુવતીનું નકલી ફેસબુક આઇડી બનાવી ફસાવાયો હતો.
આમ પ્રવીણે મોબાઇલથી પાકિસ્તાની હેન્ડલરને મિસાઇલ અને ડ્રોનના ફોટો અને અન્ય સ્ફોટક વિગતો પહોંચાડી હતી. ઉધમપુર મિલિટરી ઇન્ટેલિજન્સને અંકલેશ્વરમાં એક યુવક આઇએસઆઇના હેન્ડલરને સંવેદનશીલ માહિતી પહોંચાડતો હોવાનું જણાતાં સીઆઇડી ક્રાઇમે પ્રવીણ મિશ્રાની ધરપકડ કરી છે.

