કંપની સેક્રેટરીની પરીક્ષામાં ભાવનગરની વીરતી શાહ દેશમાં તૃતીય અને રાજ્યમાં પ્રથમ

Wednesday 28th February 2024 05:05 EST
 
 

ભાવનગરઃ ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા દ્વારા રવિવારે કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. ICSI દ્વારા CS એક્ઝિક્યુટિવ પરિણામ જાહેર કરાયું હતું, તેમાં ભાવનગરની વિદ્યાર્થિની વીરતી શાહે સમગ્ર દેશમાં ટોપર્સમાં તૃતીય સ્થાન અને સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને સફળતાનો ડંકો વગાડ્યો છે. વીરતી વિજેશભાઈ શાહે 473 માર્ક મેળવ્યા છે અને અંતિમ તબક્કામાં રોજ 8થી 10 કલાક વાંચન કરીને પરીક્ષાલક્ષી મહેનતથી આ સફળતા મેળવી હોવાનું જણાવ્યું હતું. તેણે જણાવ્યું હતું કે, આ કંપની સેક્રેટરીની ડિગ્રી માટે આ બીજા તબક્કાની પરીક્ષા હતી અને હવે આજથી અંતિમ તૃતીય તબક્કાની પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી છે. વીરતી શાહે ધો. 10 અને ધો. 12 ભાવનગરમાં પાસ કર્યા બાદ હાલ અમદાવાદની સોમલલિત કોલેજમાં બી.કોમ.માં અભ્યાસ કરે છે અને સાથે કંપની સેક્રેટરીની પરીક્ષાની તૈયારી કરે છે.


comments powered by Disqus