કચ્છ-સુરતમાં ઉદ્યોગ સ્થાપવા કંપનીઓની 4.38 કરોડ ચો.મી. જમીનની માગ

Wednesday 28th February 2024 05:05 EST
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવા કાર્યક્રમોને કારણે ગુજરાતમાં ઉદ્યોગો તેમનાં એકમો સ્થાપવા માટે આકર્ષિત થાય છે અને આ માટે જમીન માગતા હોય છે. રાજ્ય સરકાર સમક્ષ સુરત અને કચ્છમાં અદાણી, રિલાયન્સ, એસ્સાર, આર્સેલર મિત્તલ, જે.કે.લક્ષ્મી સિમેન્ટ, રેસ્કો ગ્લોબલ વિન્ડ સર્વિસીસ પ્રા.લિ. સહિતના 58 ઉદ્યોગોએ 4.38 કરોડ ચો.મી. જમીન ઉદ્યોગો સ્થાપવા માગી છે.
રાજ્યમાં ઉદ્યોગો સ્થાપવા માટે સુરતમાં સરકાર સમક્ષ અદાણી વિલમાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, યાકી એકવાકલ્યચર પ્રા.લિ., એસ્સાર, ઇકવી ટ્રાન્સ લોજીસ્ટીક, આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા લી., ફ્રેઇટ વિગ્સ પ્રા.લી. એમ 7 ઉદ્યોગો ધંધાકીય હેતુ માટે એક કરતા વધુ જગ્યાએ અલગ અલગ ચો.મી.ની જમીન માગી છે. એકંદરે આ 7 ઉદ્યોગોએ સુરત શહેર-જિલ્લામાં 1.24 કરોડ ચો.મી. જમીન માગી છે.


comments powered by Disqus