આણંદઃ ચારુતર આરોગ્ય મંડળ- કરમસદ ખાતે ‘ચરોતરના પાટીદારોની ગૌરવગાથા’ પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ 18 ફેબ્રુઆરી 2024ના રોજ શ્રીકૃષ્ણ હોસ્પિટલના ભીખાભાઈ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો. જેનું વિમોચન પ.પૂ. સંત ભગવંત સાહેબ, અનુપમ મિશન, મોગરી દ્વારા તથા મંચ પર ઉપસ્થિત મહાનુભાવો ચારુતર આરોગ્ય મંડળના અધ્યક્ષ અતુલ પટેલ, મંડળના ટ્રસ્ટી ડો. અમૃતા પટેલ, ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ ભીખુભાઈ પટેલ, બારિન્દ્રભાઈ પટેલ (યુ.કે.), ચારુસેટના ભૂતપૂર્વ પ્રમુખ નગીનભાઈ પટેલ, રિટાયર્ડ આઇએએસ ઓફિસર અને લેખક ભાગ્યેશ જ્હા અને ચિત્રકાર કનુભાઈ પટેલ દ્વારા કરાયું હતું.
આ પુસ્તકના પ્રકાશનમાં લેખક ભાગ્યેશ જહા અને ચિત્રકાર શ્રી કનુભાઈ પટેલનો મુખ્ય ફાળો રહેલો છે. ચરોતરના પાટીદારોની ગૌરવગાથા પુસ્તકમાં જાગૃત ભટ્ટ (ચારુતર આરોગ્ય મંડળના માનદ્ મંત્રી), સુરેન્દ્રભાઈ પટેલ (યુકે), બારિન્દ્રભાઈ પટેલ (યુકે) એન.સી. પટેલ (યુએસએ), યોગેન્દ્રભાઈ પટેલ (યુકે), ડો. બારિન્દ્ર દેસાઈ (યુએસએ), પરેશ ઠાકર, વિનોદભાઈ પટેલ (યુકે), કિરણ વી.સી. પટેલ (યુકે), કિરણભાઈ આઇ. પટેલ (કૉમ્ફી), ઉદ્યમ અમીન (યુકે), રવિ પટેલ (યુએસએ), નગીનભાઈ પટેલ (ચકલાસી), વિષ્ણુભાઈ પટેલ (મહેળાવ), પુષ્યંત એસ. પટેલ (યુકે), કૌશિકભાઈ પટેલ, મફતભાઈ પટેલ અને રિકેશભાઈ પટેલનું સૌજન્ય પ્રાપ્ત થયું છે. અતુલભાઈ પટેલે જણાવ્યું કે, આ પુસ્તક વિમોચનનો હેતુ યુવાનોને પાંચ ગામ, છ ગામ અને સત્તાવીસ ગામના પાટીદારોના ઈતિહાસ વિશેની જાણકારી પ્રાપ્ત થાય.

