થરાદઃ મહા મહિનાની સુદ ચૌદસ અને શુક્રવારના દિવસે જ્યોતિપીઠ ઉત્તરાખંડના ગાદીપીઠ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ બુઢનપુર ગુલાબગીરી અતિતના લક્ષ્મી નિવાસસ્થાને થરાદ પંથકના 45 ભક્તોને હરિનામ દીક્ષા આપી હતી. જગદગુરુએ ગૃહસ્થ જીવન જીવતા ભક્તોને આધ્યાત્મિક નામ આપ્યાં હતાં. જેમાં સંસારમાં રહીને મહામંત્રના જપ અને ચાર નિયમોનું પાલન કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે અમદાવાદ ખાતેના અદ્વૈત આશ્રમ ખાતે શનિવારે ભક્તોને મળ્યાં હતાં અને અપરાધરહિત વિશ્વ બનાવવા માટે આહવાન કર્યું હતું. આ સાથે પ્રવચનમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી.

