નાઈરોબીમાં કચ્છના યુવકની હત્યા કરી મિત્રએ એસિડમાં ઓગાળી દીધો

Wednesday 28th February 2024 05:42 EST
 
 

ભુજઃ આફ્રિકન દેશ નાઇરોબીમાં મિત્રના હાથે મિત્રની હત્યા કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બળદિયા ગામના હત્યારા યુવાને મૂળ નારણપર ગામના મિત્રની હત્યા કરી પુરાવાનો નાશ કરવા મૃતદેહને એસિડમાં ઓગાળી દીધો હતો.
ભુજના નારણપરના વતની મૃતક જયેશ કાનજીભાઈ પટેલ 20 વર્ષથી નાઇરોબી વેસ્ટના કોડી નજીક પરિવાર સાથે સ્થાયી થયા હતા. મૃતક જયેશ 14 તારીખે પુત્રને સ્કૂલે મૂકવા ઘરેથી પત્ની સાથે નીકળ્યા બાદ લાપતા થયો હતો.
હત્યાના આ બનાવ અંગે તપાસ ટીમે કલ્યાણ વેકરિયા અને હત્યાને અંજામ આપનારા અન્ય ત્રણ યુવાનની ધરપકડ કરી છે. તપાસ ટીમે કોર્ટને જણાવ્યું હતું કે, હત્યારો કલ્યાણ મૃતક જયેશને સસ્તા ભાવે જમીનની લાલચ આપી ઘટનાસ્થળે લઈ ગયો હતો. પૂર્વ આયોજિત ષડયંત્ર મુજબ તેના ત્રણ હબસી સાગરીતે જયેશને માથામાં લોખંડનો સળિયો મારતાં ઘટનાસ્થળે જ જયેશનું મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ પુરાવાનો નાશ કરવા મૃતદેહનાં કપડાં ઉતારીને એસિડમાં ડૂબાડીને તેને ઓગાળી નાખ્યો હતો.


comments powered by Disqus