નીતિન પટેલ, પ્રદીપસિંહ, ઝડફિયાએ ઉમેદવારી નોંધાવી

Wednesday 28th February 2024 05:05 EST
 
 

ગાંધીનગરઃ સોમવારે અચાનક જ ભાજપ હાઇકમાન્ડે ગુજરાતના લોકસભા બેઠકોના નિરીક્ષકોને સંબંધિત વિસ્તારોમાં પહોંચી જઈ ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ લેવાની પ્રક્રિયાના આદેશો કર્યા હતા.
સોમવારે તમામ બેઠક પર નિરીક્ષકોએ ઉમેદવારો માટેનાં મંતવ્યો લીધાં. આશ્ચર્યજનક રીતે જ મહેસાણા બેઠક માટે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વતી તેમના અંગત મદદનીશે દાવેદારી નોંધાવી, જ્યારે અમદાવાદ પૂર્વ બેઠક માટે ભૂતપૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ગોરધન ઝડફિયાના સમર્થકોએ દાવો કર્યો હતો. ગાંધીનગર બેઠક પર ગૃહમંત્રી અમિત શાહ સાંસદ હોવાથી કોઈપણ વ્યક્તિએ દાવેદારી નોંધાવી ન હતી.


comments powered by Disqus