પિતાએ દીકરીને ‘કરિયાવર’ થકી સમાજને આપ્યો સંદેશ

Wednesday 28th February 2024 05:43 EST
 
 

થરાદ તાલુકાના કાસવી ગામે એક પરિવારે દીકરીને લગ્નના માંડવામાં જ કરિયાવર તરીકે બે ગીર અને ત્રણ કાંકરેજી સહિત 5 ગાય આપી હતી. કન્યાના પિતાએ કહ્યું, ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો અપાયો છે. ગાયનું દૂધ અને ગૌમૂત્ર અનેક રોગોના ઇલાજમાં કારગત નીવડતું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. હાલના સમયમાં દીકરીઓને આધુનિક ચીજવસ્તુ આપવામાં આવી રહી છે, પરંતુ આજના યુગમાં પણ સમાજ ગાયની ઉપયોગિતા સમજે તે માટે દીકરીને ગાયનું દાન આપીને આપણી પ્રાચીન પરંપરા અનુસરવામાં આવી છે. લોકોમાં ગાય પ્રત્યેની લાગણી ફરી ઉજાગર થાય અને લોકોમાં ગાય પ્રત્યે જાગૃતિ કેળવાય તે હેતુથી દીકરીને 5 ગાયનું દાન કર્યું છે.


comments powered by Disqus