પોરબંદરઃ મંગળવારે ચોક્કસ ટીપ મળ્યા બાદ 28 ફેબ્રુઆરીએ પોરબંદરના અરબી સમુદ્રમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક ઇરાની બોટને ઝડપી લેવાઈ છે, જેના દ્વારા ગુજરાતમાં રૂ. 2 હજાર કરોડનું 3100 કિલો ડ્રગ્સ ઘુસાડવાની તૈયારી થઈ રહી હતી. ગુજરાત ATS, નેવી અને NCBના સંયુક્ત ઓપરેશનમાં આ બોટની સાથે પાંચ પેડલરને પણ ઝડપી લેવામાં આવ્યા છે, જેમને પોરબંદર લાવી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત ATS અને NCBના સંયુક્ત ઓપરેશનમાં દરિયાઈ સીમામાંથી ઝડપાયેલો આ અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો છે. પોરબંદરની દરિયાઈ સીમા પરથી 3100 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 2000 કરોડ હોવાનો અંદાજ છે.

