અમદાવાદઃ અડાલજ પાસે પોલીસે અડધી રાત્રે દંપતી પાસેથી રૂ. 60 હજારનો તોડ કરવાના કેસમાં હાઇકોર્ટે સુઓમોટો લેતાં જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરીને તેમની સામે કાર્યવાહી કરાઈ હોવાની સરકારે સોમવારે રજૂઆત કરી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠ સમક્ષ સરકારે સોગંદનામામાં એવી રજૂઆત કરી હતી કે, પોલીસ સામેની કોઈપણ ફરિયાદ કરવી હોય તો તેના માટે ટોલ ફ્રીની સેવા શરૂ કરી દેવાઈ છે. પોલીસ સામેની ફરિયાદ 14449 નંબર પર કરી શકાશે. આ નંબર ડાયલ કરવાથી ડીજીપીની ઓફિસના કંટ્રોલરૂમમાં લાગશે.

