રાજ્યસભાથી ‘આઉટ’ થતાં જ નારણ રાઠવા ભાજપમાં ‘ઇન’

Wednesday 28th February 2024 05:05 EST
 
 

છોટા ઉદેપુરઃ દિગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસને રામ-રામ કરીને 27 ફેબ્રુઆરીએ કમલમ્ ખાતે કેસરિયો ધારણ કર્યો. હાલ લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે પાર્ટી બદલવાની હોડ જામી છે અને ઉમેદવારોના રૂપમાં કોંગ્રેસનાં એક પછી એક કાંગરા ખરી રહ્યા છે. જેના ભાગરૂપે પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા રાજ્યસભા સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસને રામ-રામ કરીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ નારણ રાઠવાની સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવાએ પણ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે થોડા દિવસ અગાઉ જ નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ છે. આ સાથે જ 10,500થી વધુ કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે.


comments powered by Disqus